સાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો

આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ

New Update
સાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો

સાબરકાંઠા જીલ્લામાં નાના મોટા થઈને ૬ જેટલા જળાશય આવેલા છો પરંતુ આ વર્ષે જાણે કે જળાશય ની પરિસ્થિતિ વિકટ બની છે તો સિંચાઈ માટે પણ પાણી આપાતુ નથી તો આવનાર સમયમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ શકે તેમ છે.

Advertisment

સાબરકાંઠા જીલ્લામાં 6 થી 7 જેટલા જળાશયો આવેલા છે. તેમાં હાથમતી જળાશયની વાત કરીએ તો અહિ માત્ર ૭ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પીવાના પાણીની વાત કરીએ તો હાથમતીમાંથી ભિલોડા જુથ યોજના થકી પાણી અપાય છે.હાથમતીમાંથી દર વર્ષે સિંચાઈ માટે પાણી અપાતું હતુ પણ આ વર્ષે જળાશયમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી ઓછું પાણી અપાઈ રહ્યુ છે. હિંમતનગરમાં હાથમતી અને ગુહાઈ એમ બે જળાશય આવેલા છે.

ગુહાઈની વાત કરીએ તો આ વખતે ગુહાઈમાં માત્ર પાંચ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સિંચાઈ સાથે પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થઈ શકે તેમ છે. કારણ કે ગુહાઈમાંથી ઈડર અને હિંમતનગરના ગામડાઓ અને હિંમતનગરને પીવાનુ પાણી અપાય છે. જેથી હાલ તો તંત્ર દ્રારા જળાશયમાં પાણી નાખવાની પણ માંગ કરાઈ છે.

Advertisment