સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા મેઘરાજાની મેધમહેર થઈ દોઢ દિવસમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા તો વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી હતી.
સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામા મેધરાનીની અસીમ કુપા થતા પ્રાંતિજ ખાતે દોઢ દિવસમાં સવા ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબકયો હતો અને સોમવારની સવારે પડી રહેલ વરસાદને લઈને જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
રેલ્વેસ્ટેશન વિસ્તારમા આવેલ વૃંદાવન સોસાયટીમા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોય સોસાયટીમા કેડસમા વરસાદી પાણી ભરાયા હતા આવી જ રીતે વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.