/connect-gujarat/media/post_banners/dc8a3ebbddcfbaab1e8764e5d996d3db6a00edee760d2a8e900ed2c85fd5530b.jpg)
સાબરકાંઠાના હિંમતનગર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાજંલી આપી હતી ત્યારબાદ તબીબોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં આદેશ મુજબ રાજ્યની તમામ શાખાઓમાં કોરોના મહામારીમાં સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરી તબીબોનાં પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના પગલે 280 સભ્યો ધરાવતી હિંમતનગર IMA શાખાના તબીબોએ હિંમતનગરના આરોગ્યનગરથી કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને શ્રદ્ધાજંલી અર્પણ કરવા મીણબત્તી સળગાવી માર્ચ યોજવામાં આવી હતી. જે કેન્ડલ માર્ચ પોસ્ટ ઓફીસ પાસેના રેડક્રોસ ભવન ખાતે પહોંચી હતી. જ્યાં કેન્ડલ માર્ચ પૂર્ણ થયા બાદ રેડક્રોસ ભવનના હોલ ખાતે હિંમતનગરના બે તબીબો કોરોનામાં સેવામાં મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં IMA હિંમતનગર પ્રમુખ ડૉ. શૈલેષ પટેલ, સેક્રેટરી ડૉ. રાકેશ પટેલ સહીત હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.