સાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો

જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી

New Update
સાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી

સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના રાયગઢમાં આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે મંદિરના ભક્તો ધ્વારા ચંદ્રયાન -3ની સફળ લેન્ડીગ માટે ભક્તો ધ્વારા ભગવાન શિવજીને કલર વડે ચંદ્રયાન-૩ની પ્રતિકૃતિ બનાવીને શણગાર કર્યા બાદ આરતી કરીને સફળતા માટે પ્રાર્થના સાથે આરતી કરી છે.ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઊતરશે.જેને લઈને દેશભરમાં દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે.ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તો ધ્વારા પણ શ્રી વૈજનાથ મહાદેવજીને 10 કિલો કલરનો ઉપયોગ કરીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ખાસ ચંદ્રયાન-૩ની પ્રતિકૃતિ બનાવીને સફળતા માટેની પ્રાર્થના સાથે આરતી કરવામાં આવી હતી.

Latest Stories