Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરના MLA વી.ડી.ઝાલાનો સન્માન સમારોહ યોજાયો,દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલ રહ્યા ઉપસ્થિત

હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો ચૂંટણી બાદ ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૫૬ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા જેમાં હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો ચૂંટણી બાદ ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે દિવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય વી.ડી.ઝાલાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું

Next Story