સાબરકાંઠા : બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકસાન, એક પશુનું મોત બે પશુને ઇજા

બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.

New Update
સાબરકાંઠા : બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકસાન, એક પશુનું મોત બે પશુને ઇજા

સાબરકાંઠા જીલ્લાના બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં અચાનક ગતસાંજે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી હતી, તો બીજી તરફ હિંમતનગર તાલુકાના ડીજીટલ ગામ આકોદરા અને પ્રાંતિજ તાલુકાના છાદરડા અને વિલાસપુર ગામમાં વાવાઝોડું ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું,સાથે જ અંધારપટ પણ છવાયો હતો.સમી સાંજે વાવાઝોડું ત્રાટકતા આકોદરામાં ગામમાં પ્રવેશતાં રસ્તામાં મોટો શેડ ઉડી રોડ પર પડતા રસ્તો બંધ થયો હતો. જુના ગામમાં ૧૦ થી વધુ પતરા ઉડ્યા હતા.તો રામદેવનગરમાં ઘરના પતરા અને સરસામાન પણ ઉડ્યો હતો.પાચ થી વધુ વીજપોલ પડી વીજળી ગુલ થઈ હતી.તો વાવાઝોડું પ્રાંતિજ તાલુકાના છાદરડા ગામમાં પણ પહોંચ્યું હતું અને ગામમાં અનેક ઘરના પતરા અને તબેલાના પતરા ઉડાવી દીધા હતા સાથે વીજપોલ પડી જતા વીજળી બંધ થઈ ગઈ હતી.તો ગામમાં પતરા ઉડીને વાગતા એક ગાયનુ પુછડુ અને એક ભેંસનો પગ કપાયો હતો ત્યારે ગ્રામજનોએ તબીબોને બોલાવી ગંભીર ઈજાગ્રસ્ત પશુઓને સારવાર શરૂ કરી હતી.તો વિલાસપુર ગામમાં ઘર અને શેડના પતરા ઉડ્યા હતા અને ગામમાં વીજપોલ ધરાશાયી થતા અંધારપટ છવાયો હતો. તો અન્ય એક પશુને પતરું વાગતા મોત નીપજ્યું હતું.આમ ભારે વાવાઝોડાને કારણે નુકસાન થતા ગામ લોક ની હાલત કફોડી બની છે.

Latest Stories