સાબરકાંઠા : પ્રાંતિજના વિદેશી રંગીન ફલાવરની માંગમાં વધારો, તો શંખ આકારનું ફલાવર સ્વાદમાં મીઠુ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફલાવરની ખેતી કરતા ખેડૂતે સફેદ ફલાવરની ખેતી સાથે આ વર્ષે રંગીન ફલાવરની સફળ ખેતી કરી છે.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના વિદેશી રંગીન ફલાવરની માંગમાં વધારો, તો શંખ આકારનું ફલાવર સ્વાદમાં મીઠુ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફલાવરની ખેતી કરતા ખેડૂતે સફેદ ફલાવરની ખેતી સાથે આ વર્ષે રંગીન ફલાવરની સફળ ખેતી કરી છે. હોલસેલ બજારમાં હાલ રંગીન ફલાવર એક નંગ 25 રૂપિયામાં વેચાય છે. તો મોટા મોટા શોપિંગ મોલ તથા છુટક બજારમાં એક નંગ ફલાવર 40થી 50 રૂપિયામાં વેચાય છે.

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં પ્રાંતિજના ફલાવરને અવ્વલ માનવમાં આવે છે. અહી ખેતીમાં સફેદ ફલાવર પુષ્કળ પ્રમાણમાં થાય છે. રોજના 1200 ટનથી પણ વધુ પ્રાંતિજના સફેદ ફલાવરની ગુજરાતના અમદાવાદ, વાપી, સુરત, બરોડા સહિત દિલ્હી, મુંબઈ અને રાજસ્થાનમાં પણ ખૂબ જ માંગ છે, ત્યારે સફેદ ફલાવર પકવતા ખેડૂતે પોતાના ખેતરમાં સફેદ ફલાવરની સાથે અલગ અલગ 6 કલરના રંગીન ફલાવરની પણ ખેતી કરી છે. રંગીન ફ્લાવરમાં જાંબલી એટલે વેલેન્ટીના, કેસરી એટલે કેરોટિના અને ગ્રાન વરીયાળી તો ગ્રીન શંખ તથા સફેદ શંખના નામથી પણ ઓળખાય છે. શંખના આકારમુ ફલાવર એક નંગ 100 રૂપિયામાં વેચાય છે. હોલસેલ બજારમાં એક નંગ 25 રૂપિયા જ્યારે તથા શોપિંગ મોલમાં એક નંગ 40થી 50 રૂપિયામાં વેચાય છે. વિદેશના ખેડૂતો દ્વારા કરવામાં આવતી રંગીન ફલાવરની ખેતી પ્રાંતિજના ખેડૂતે પણ કરી બતાવી છે, ત્યારે અન્ય ખેડૂતોને પણ રંગીન ફલાવરની ખેતી કરવા નવી રાહ ચીંધી છે.

Latest Stories