સાબરકાંઠા : એક જ રાતમાં 3 ATMમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, લાખોની રોકડ ચોરી થતાં પોલીસ દોડતી થઈ...

સાબરકાંઠા જીલ્લાના ઈડર અને વડાલી તાલુકામાં એક જ રાતમાં 3 ATM મશીનો તોડી તસ્કરોએ લાખોની રોકડ રકમની ચોરી કરી હતી.

New Update
સાબરકાંઠા : એક જ રાતમાં 3 ATMમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, લાખોની રોકડ ચોરી થતાં પોલીસ દોડતી થઈ...

સાબરકાંઠા જીલ્લાના ઈડર અને વડાલી તાલુકામાં એક જ રાતમાં 3 ATM મશીનો તોડી તસ્કરોએ લાખોની રોકડ રકમની ચોરી કરી હતી. જોકે, વડાલીમાં 2 અને ઇડરમાં 1 ATM તોડી ચોરીને અંજામ આપતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તેમજ વડાલી તાલુકામાં શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે 3 જેટલા ATM મશીનો તોડી લાખોની રોકડ રકમની ચોરીને અંજામ આપનાર ચોર ટોળકી પલાયન થઈ હતી, ત્યારે મહત્વની વાત તો એ છે કે, SBI બેંકના ATMમાંથી લાખોની ચોરી કરવાના બનાવને લઇ બેંકના સિક્યુરિટી ગાર્ડ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે, ત્યારે એક જ રાતમાં ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી IDFC FIRST બેન્કનું ATM અને વડાલીમાં પોલીસ મથકેથી થોડે અંતરે આવેલ SBI બેંકના ATM સહિત અન્ય એક ખાનગી કંપનીના ATMને ગેસ કટર વડે કાપી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારે હાલ તો ઈડર તેમજ વડાલી બેંક મેનેજરોએ અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.