સાબરકાંઠા: હિમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂષકરાજે લિફ્ટના વાયર કાતરી ખાધા, પછી શું થયું જુઓ આ વિડીયો

અધ્યતન સુવિધા ધરાવતી હિમતનગર સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દીના સગા ફસાય જતા 5 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા

સાબરકાંઠા: હિમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂષકરાજે લિફ્ટના વાયર કાતરી ખાધા, પછી શું થયું જુઓ આ વિડીયો
New Update

સાબરકાંઠા જિલ્લાની અધ્યતન સુવિધા ધરાવતી હિમતનગર સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દીના સગા ફસાય જતા 5 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા

સાબરકાંઠા જિલ્લાની અધ્ધત્તન સુવિધા ધરાવતી હિમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે લીફ્ટમાં ઉતવા જતા લિફ્ટ બીજા માળે ફસાઈ હતી જેમાં દર્દીને મળવા આવેલ કેટલાક લોકો ફસાય ગયા હતા.જોકે સિવિલના તંત્રને જાણ થતા તાત્કાલિક સિવિલ દોડી આવ્યા હતા અને લીફ્ટમાં ફસાયેલા દર્દીઓના સગામાં એક બાળકી પણ ફસાઈ હતી.ત્યારે તંત્ર દ્વારા ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. એન.એમ શાહ ઘટના સ્થળે આવીને લીફ્ટના ટેકનીશીયનો બોલાવ્યા હતા.લીફ્ટના ટેકનીશીયનો સિવિલ હોસ્પિટલમાં આવીને ફસાયેલા દર્દીઓના સગાને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યાર બાદ લીફ્ટની ખામી સોધતા લીફ્ટના બ્રેકનું વાયરીંગ ઉંદરે કાપી નાખ્યાનું બહાર આવ્યું. લગભગ 5 કલાક સુધી દર્દીના સગા સંબંધિ લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #cut #Civil Hospital #lift #Himatnagar #wire #Mouse
Here are a few more articles:
Read the Next Article