સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં ગટરના પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન

હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોનું ગટરનું પાણી ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય છે

સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં ગટરના પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન
New Update

સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં ગટરના પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાનસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગટરના પાણીનો નિકાલ ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ પર શુદ્ધિકરણ કરી નદીમાં છોડવામાં આવતું હોય છે પરંતુ કેટલાક વિસ્તારોનું પાણી ખુલ્લી ગટર દ્વારા સીધું જ નદીમાં ઠાલવવામાં આવે છે પરંતુ ખુલ્લી ગટર હરીનગર વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાંના સ્થાનિકો હાલ તો દુર્ગંધ અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોનું ગટરનું પાણી ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ ગટરના પાણીનું સુએજ પ્લાન્ટ પર શુદ્ધિકરણ કરી નદીમાં છોડવામાં આવતું હોય છે પરંતુ હિંમતનગરના છાપરિયા, શારદાકુંજ અને મહાવીરનગર વિસ્તારના કેટલાક ભાગોનું પાણી ખુલ્લી ગટર દ્વારા મોતીપુરા થઈ હરીનગર અને હરીનગરથી સીધુ નદીમાં છોડવામાં આવતું હોય છે પરંતુ ખુલ્લી ગટર હરીનગર વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં ઘણા પરિવારો વસવાટ કરે છે અને ખુલ્લી ગટરને અડીને જ હરીનગર પ્રાથમિક શાળા આવેલી છે જયાં વિસ્તારના ૩૦૦ કરતા વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગટરના દુર્ગંધ અને ગંદા પાણીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ વિસ્તારની ગટર લાઈન કરવામાં આવી છે સાથે જ પાલિકા સુવિધાઓથી સજ્જ શહેર હોવાના બણગાં ફૂંકી રહી છે ત્યારે પાલિકા વિસ્તારમાં અનેક પ્રકારની અસુવિધાઓ પણ સામે આવી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #Himmatnagar #Locals #disturbed #sewage water #polluted
Here are a few more articles:
Read the Next Article