Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમૃહુત કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું મુર્હુત કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમૃહુત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના હસ્તે 2.85 કરોડનું ખાતમૃહુત કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા શહેરમાં અધતન આરસીસી રોડ બનવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ત્રણ જગ્યાએ કુલ 11 કામોનું ખાતમૃહુત કરવામાં આવ્યો હતો. મહાવીરનગરના રણછોડરાય સોસાયટીમાં 12 મીટર રોડ પોહોળો થતા આજુબાજુ દબાણો તૂટવાથી સ્થાનિક મહિલાઓ વિરોધ નોંધાવી હતી. ત્યાર બાદ મહિલાઓ ધારાસભ્યને લેખિકમાં રજુઆત કરી હતી. ઉમિયા વિજય ટીપી રોડ રોનક પાર્ક સુધી 1 કરોડ 15 લાખનું રોડ તૈયાર થશે. જોકે હિંમતનગર શહેરમાં હુડા લાગુ કરવામાં આવ્યું છે. જેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને શહેરમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. સાથે ગટર અને વરસાદી પાણીના નિકાલની કામો ઝડપી કરવામાં આવશે. વિકાસના કાર્યોમાં સિદ્ધાર્થભાઈ પટેલ, કૌશલ્ય કુવારબા સહિત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી સમયમાં શહેરમાં મોટા ભાગે અધૂરા રહેલા વિકાસના કાર્યો પૂર્ણ કરવામાં આવશે.

Next Story