સાબરકાંઠા: પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર થઈ ધરાશાયી,કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ

પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો

New Update
સાબરકાંઠા: પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર થઈ ધરાશાયી,કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલ રેલ્વે અંડર બ્રીજ પાસે રાત્રીના બે કલાકે પ્રાંતિજથી તલોદ ખાતે જતી ટ્રક રેલ્વે અંડર બ્રીજને લઈને ત્યાંથી જઇ શકે તેમ ના હોય જેથી ટ્રક ચાલક ટ્રકને રિવર્સ લેતો હતો તે સમયે રેલ્વે અંડર બ્રીજ પર પાછળ લાગેલ લોખંડની ગડર સાથે ધડાકાભેર અથડાતા ગડર ધરાશાયી થઈ હતી તે સમયેજ પાછળ આવતી ઇકોકાર ઉપર લોખંડની ગડર પડતા ઇકોકારનો કુચડો થઈ ગયો હતો અને કારમા સવાર તલોદના ગોરા ગામના બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો.