સાબરકાંઠા: ઇડર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અનિયમિતતા, દર્દીઓ હેરાન પરેશાન

સાબરકાંઠાની ઇડર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અનિયમિતતાના કારણે દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

New Update

સાબરકાંઠાની ઇડર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અનિયમિતતાના કારણે દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સાબરકાંઠા જિલ્લાની ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ અત્યંત આધુનિક ટેકનોલોજથી સુસજજ બનાવી છે ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓ ડોકટર વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક તેમજ સર્જન વિભાગના ડોકટરોની અનિયમિતતાને લઈ સારવાર અર્થે આવતા દર્દીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે તાલુકા મથકે આવેલી મોટી જનરલ સિવિલ હોસ્પિટલમા તબીબોની અનિયમિતતા સામે દૂરદૂરથી ભાડું ખર્ચીને આવતા દર્દીઓને ડોક્ટર નથી મળતા જોકે ડોકટરોને પોતાની ફરજ સમજી હાજર થવાનું મન થતું નથી કારણ એક્જ છે કે ડોકટરે સવારે ૯ વાગે હાજર થવાનું હોય છે જોકે ડોક્ટરો અગિયાર વાગ્યાથી પણ વઘુ સમય વીતવા છતાં પણ સાહેબ ક્યાંય નજરે નથી પડતા અને સાહેબ નથી આવવાના તેની કોઈને જાણ પણ નથી હોતી સિવિલ હોસ્પિટલના અધિક્ષક કહે છેકે હું સવારનો ટેલીફોનીક સંપર્ક કરી રહ્યો છું જોકે ડોક્ટર સાહેબ સાથે સંપર્ક થતો નથી જેણે લઈ સંજય ચૌહાણ નામના પીડિયાટ્રિક ડોકટરની રાહ જોઈને દર્દીઓ સિવિલ હોસ્પિટલના ચક્કર લગાવતા નજરે પડે છે કે હમણાં ડૉકટર આવશે અને અમારા નાના નાના બાળકોની સારવાર કરશે આજ રીતે સવારે પહેલો નંબર આવી જાય તેની કાગડોળે રાહ જોતા દર્દીઓ સવારથી બપોર સુધી રાહ જોઈને જનરલ ઓપીડીમાં લઈ જતા હોય છે હવે આરોગ્ય વિભાગ ડોકટરને સત બુદ્ધિ આપે તેવી માંગ સાથે દર્દીઓ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories