Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરના વીરપુર પાસે 1.49 કરોડના દારૂનો નાશ કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં રૂપિયા 1.49 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં રૂપિયા 1.49 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં હિંમતનગર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનનો ત્રણ વર્ષ દરમિયાન પકડાયેલો દોઢ કરોડથી વધુનો વિદેશી દારૂનો નાસ કરવામાં આવ્યો હતો. હિંમતનગર ડિવિઝનમાં આવતા હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020થી 2022 દરમિયાન અલગ અલગ સમયે ચાર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ 62,970 બોટલ રૂ.1 કરોડ 49 લાખ 57 હજાર 414નો વિદેશી દારૂ ઝડપાયો હતો. જે દારૂનો નાશ હિંમતનગર વીરપુર ગામની સીમમાં હિંમતનગર પ્રાંત અધિકારી સહીત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના નાશની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જેમાં સવારથી વિવિધ પોલીસ સ્ટેશનમાંથી વાહનોમાં વિદેશી દારૂ ભરીને સ્થળ પર લાવીને ખાલી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગણતરી કરીને તેની પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

Next Story