સાબરકાંઠા: મકાનની દીવાલ ધરાશાયી થતા નિરાધાર વૃદ્ધાની MPએ લીધી મુલાકાત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વયોવૃધ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વયોવૃધ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો ત્યારે સાંસદ દ્રારા સ્થળ મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક સર્વે કરી ઝડપી સહાય ચુકવવા આદેશ કર્યા હતા

 
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ભારે પવન તેજ વરસાદને લઈ ને ચાર જેટલા મકાનોની દિવાલો ધરાશાયી થઈ હતી જેમા પ્રાંતિજ બજાર વિસ્તાર મા આવેલ ગુજ્જરની પોળ મા રહેતા વયોવૃધ્ધ નિ:સહાય અંધ મહિલા કલાબેન પ્રવિણચંદ્ર પંડ્યાના મકાનની પાછળના ભાગની દિવાલ ધરાશાય થઇ હતી જેમા વયોવૃધ્ધ મહિલાનો આબાદ બચાવ થયો હતો.આ બાબતે સાંસદ શોભના બારૈયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને પ્રાંતિજ નગરપાલિકાના કર્મચારી જતીન જોષીને બોલાવી  તાત્કાલિક સર્વે કરી  સહાય ચુકવવા માટે આદેશ આપ્યા હતા
Latest Stories