સાબરકાંઠા : બહેન સાથે પ્રેમ હોવાના વહેમમાં પરપ્રાંતીય ઈસમની હત્યા, હત્યારાને સાથે રાખી પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી છે.

New Update

ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામનો ચકચારી બનાવ

પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે પોલીસે કાર્યવાહી

બહેન સાથે પ્રેમ હોવાના વહેમના પગલે હત્યા કરાય

જાદર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું

પોલીસે હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી છે. જોકેપારિવારિક સંબંધોમાં પોતાની બહેન સાથે પ્રેમ હોવાના વહેમના પગલે હત્યા કરાય હોવાનો આરોપીએ સ્વીકાર કર્યો છે. પોલીસે આ મામલે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

એક તરફ બૌદ્ધિક સામાજિક અને નૈતિકતાની વાતો છે. તો બીજી તરફદિન પ્રતિદિન કળીયુગ પોતાનો પ્રભાવ વધારતો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુદ્ધાસણા ગામે ફાર્મ હાઉસ પર કલર કામના કારીગરો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું. જેમાં ઉત્તર પ્રદેશના રામપુરના મંજીતસિંહ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તેનું મોત થયું હતું. આ મામલે જાદર પોલીસ મથકે ગુરમેશસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકેફરિયાદના સમયે આરોપી ફરાર હતોતેમજ જાદર પોલીસ સહિત LCB અને SOG દ્વારા ટેકનીકલ સર્વિસના આધારે ઇડર નજીકથી આરોપીને ઝડપી લેવાયો છે.

જેમાં પારિવારિક સંબંધોમાં પોતાની બહેન સાથે પ્રેમ હોવાના વહેમના પગલે હત્યા કરાય હોવાનો આરોપીએ સ્વીકાર કર્યો છે. સમગ્ર મામલે પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરી પુરાવાઓ સાથે આરોપીને જેલને હવાલે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેપારિવારિક સંબંધોમાં પ્રેમ હોવાની શંકા તેમજ વહેમના પગલે કેટલાય બનાવો એવા બનતા હોય છે કેગુસ્સો અને આવેશમાં લેવાયેલા નિર્ણયો આજીવન સમસ્યાના સ્વરૂપમાં ફેરવાય છેત્યારે ઈડરના સુદ્ધાસણા ગામે બનેલો બનાવ પણ આનું જ ઉદાહરણ છે તે નક્કી છે.

#Gujarat #CGNews #Sabarkantha #arrested #Murder Case #incident #Murder Accused #reconstructed
Here are a few more articles:
Read the Next Article