Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર ખાતે નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું, શ્રમિકોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન....

જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનાં શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ ચાર ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવશે. આ યોજના બાંધકામ શ્રમિકો માટે લાભદાયી નીવડશે. આ યોજના થકી જિલ્લાનાં કોઈ પણ શ્રમિકને ભૂખ્યા સૂવું નહિ પડે. શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત ઈ- નિર્માણ કાર્ડ ધરાવતા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારનાં સભ્યોને રાહત દરે પ્રતિ ભોજન દીઠ રૂ.૫/- માં ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં રાધેય સ્વીટમાર્ટ પાસે, છાપરીયા કડીયાનાકા, હિંમનગર ખાતે સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે, મહાવીરનગર ચાર રસ્તા, કડીયાનાકા, હિંમતનગર ખાતે ધારાસભ્ય વી.ડી ઝાલાના હસ્તે, ભાખરીયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે, ઇડર ટાવર ચોક, કડીયાનાકા, ઇડર ખાતે ઇડર ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનું ઉદઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભારતીબેન એમ.પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઇ ઉપાધ્યાય, અગ્રણી વિજયભાઈ પંડ્યા, જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story