Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: જન્માષ્ટમીના પર્વ પર એસ.ટી.વિભાગને લાખો રૂપિયાની આવક,વધારાની બસ દોડાવતા થયો ફાયદો

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.

X

સાબરકાંઠા એસટી વિભાગીય કચેરી દ્વારા પ્રથમ વાર જન્માષ્ટમીએ શામળાજી આવવા-જવા માટે શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ માટે એક્સ્ટ્રા ૭૦ એસટી બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને એસટી વિભાગને ૭.૨૩ લાખની આવક થઇ હતી

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે. જેને લઈને હિમતનગર એસટી વિભાગના સાબરકાંઠાના હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ અને અરવલ્લી જીલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, ગાંધીનગર જીલ્લાના માણસા મળી આઠ એસટી ડેપોમાં એક્સ્ટ્રા ૭૦ એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પાંચ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા એસટી બસો દોડી હતી. જેમાં પાંચ દિવસ દરમિયાન કુલ 3૬૪ એસટી બસો દોડી હતી. જેમાં ૭ લાખ ૩૯ હજાર ૫૬૮ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના સામે પાંચ દિવસમાં કુલ રૂપિયા ત્રણ કરોડ ૬૪ લાખ ૩૬ હજાર ૩૩૬ની આવક થઇ હતી.

Next Story