Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં વધુ એક વખત પથ્થરમારો, પોલીસ બંદોબસ્ત ટીયર ગેસ છોડવા મજબૂર

રામનવમી પર બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો વણઝારાવાસ વિસ્તારમાં થયો વાતાવરણ તંગ ટોળા બેકાબૂ થતા પોલીસે ટિયર ગેસ છોડ્યો

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વધુ એક વખત પથ્થરમારો થયો જેથી પોલીસે ટીયર ગેસના છ રાઉન્ડ છોડાયા હતા, વિસ્તારમાં સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્થિતિ ઘણી ગંભીર છે. હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયાની આશંકા હોવાથી પોલીસે છ રાઉન્ડ ટીયરગેસના સેલ છોડી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાત ખાતે નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવ્યા બાદ સ્થિતિ વણસી હતી અને આગચંપીના બનાવો પણ બન્યા હતા. હિંમતનગરમાં પોલીસ દ્વારા શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ગત મોડીરાત્રે શહેરના વણજારાવાસમાં બે જૂથો આમને-સામને આવી જતા માહોલ ગરમાયો હતો. ટોળા બેકાબૂ થતા જણાતાં પોલીસે ટીયરગેસના છ સેલ છોડવાની ફરજ પડી હતી. બીજી તરફ આ પૂર્વ આયોજીત કાવતરું હોવાની વિગતો સામે આવતા સરકાર દ્વારા ગુજરાત ATS ને તપાસ આપી દેવામાં આવી છે.

Next Story