સાબરકાંઠા:ગુજરાતમાં ખેત મજૂરી કરતા પાકિસ્તાની પરિવારે ભય મુક્ત થઈને ભારતની કરી પ્રશંસા

વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે,પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

New Update

ઇડરમાં રોજીરોટી મેળવતા પાકિસ્તાની પરિવાર

વર્ક વિઝા પર ખેત મજૂરી કરતા પાકિસ્તાની 

પાકિસ્તાનમાં મોંઘવારી અને ભયથી લોકો ત્રસ્ત 

ગુજરાતમાં ભયમુક્ત સુરક્ષિત પરિસ્થિતિ અનુભવતા પાકિસ્તાની

પાકિસ્તાની પરિવારો કરી રહ્યા છે ભારતની પ્રશંસા  

સાબરકાંઠાના ઇડરમાં આવીને વસેલા પાકિસ્તાની પરિવારો ભયમુક્તશાંતિથી રોજીરોટી મેળવીને પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરતા પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે.

સાબરકાંઠાના ઈડરના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પાકિસ્તાનની પરિવારો હાલમાં ગુજરાત સહિત ભારતના વખાણ કરી રહ્યા છે.વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે.સાબરકાંઠામાં ઈડરના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા છ માસથી પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

જોકે એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી લોકો પીડાય રહ્યા છેસાથોસાથ પ્રતિ દિવસ ભયના વાતાવરણ વચ્ચે જીવન ગુજારવા છતાં આર્થિક રીતે સંકળામણ અનુભવતા કેટલાક પરિવાર હવે ભારત તરફ આવી રહ્યા છે.આજે પણ પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાત સહિત ભારતની સ્થિતિ કંઈક અલગ છે.

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂપિયા 260 થી 270 હોવાનું કહેવાય છે,જ્યારે ભારતમાં રૂપિયા 100 થી પણ ઓછા ભાવે 1 લિટર પેટ્રોલ મળી રહે છે. જ્યારે પાકિસ્તાનમાં એક ચાનો ભાવ પણ રૂપિયા 50 બોલાય છે તો બીજી તરફ ખાંડ-તેલ-લોટ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો ભાવ પણ ચારથી પાંચ ગણો છે.

આ ભયાવહ સ્થિતિને કારણે મોટાભાગના લોકો દિન પ્રતિદિન પાયમાલ બની રહ્યા છે. અહીંયા છ માસ અગાઉ વર્ક વિઝા ઉપર સાબરકાંઠામાં ઇડરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની પરિવારો ગુજરાત સહિત ભારતની સ્થિતિની પ્રસંશા કરી રહ્યાં છે અને ભય વિના ચિંતામુક્ત જીવન વિતાવી પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.

Latest Stories