સાબરકાંઠા : મધ્ય પ્રદેશથી પોષડોડાનો જથ્થો ભરી વહન કરતી કારને પોલીસે ઝડપી, રૂ. 16.31 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોષડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે.

New Update
સાબરકાંઠા : મધ્ય પ્રદેશથી પોષડોડાનો જથ્થો ભરી વહન કરતી કારને પોલીસે ઝડપી, રૂ. 16.31 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોષડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે. જેમાં 273 કિલો 700 ગ્રામ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતની સરહદે આવેલા કેટલાક રાજ્યોમાંથી માદક પદાર્થોની હેરાફેરી કરતા ઇસમો બેફાટ રીતે ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડતા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સાબર ડેરીથી તલોદ રોડ પર આવેલ ઘટોડા ગામની સીમમાં એક શંકાસ્પદ કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન પોલીસની કાર સામે મળતા શંકાસ્પદ કારે તેની સ્પીડ વધારે દીધી હતી અને રોડનો ટ્રેક બદલી નાખ્યો હતો. આ દરમિયાન પોલીસે આ કારનો પીછો કર્યો હતો, અને માદક પદાર્થ ભરીને વહન કરતી કાર ગઢોડા ગામની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટી નજીક અટકી ગઈ હતી, ત્યારે કારમાં બે આરોપીઓ સવાર હતા, જે પૈકીનો એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, તો એક બાળ કિશોર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાં મોટા પ્રમાણમાં પોષડોડાનો જથ્થો જોવા મળ્યો હતો. 18 જેટલા કાળા કોથળામાં 273 કિલો અને 700 ગ્રામ પોષડોડા જપ્ત કરવામાં આવ્યા હતા. જેની કિંમત અંદાજે 8.21 લાખ રૂપિયા થવા જઈ રહી છે, જ્યારે કાર સાથેનો કુલ મુદ્દામાલ 16.31 લાખ મળી પોષડોડા ક્યાંથી કયા અને કોને આપવા જતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Latest Stories