સાબરકાંઠા: પોળોનું જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર,જુઓ અદભૂત નજારો

પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે

New Update
સાબરકાંઠા: પોળોનું જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર,જુઓ અદભૂત નજારો

સાબરકાંઠાનુ પોળો એટલે પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતનુ કાશ્મીર. હાલમાં પોળોમાં રજાના દીવસોમાં પ્રતિદીન 10 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ.. અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે.... સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌદર્ય માટે આકર્ષણનુ કેન્દ્ર માનવામાં આવે છે...અરવલ્લીના પર્વતોની ગીરીમાળા અને વણજના જંગલનો સમન્વય અહી સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે.પાણીના ઝરણાં અને સ્વચ્છ પાણીની નદીઓ પ્રવાસીઓના મન મોહી લે છે.રાજ્યભરમાંથી અહી પ્રવાસીઓ કુદરતને મળવા માટે અહી આવી પહોંચતાં હોય છે. જૈન મંદીરોનો કલાત્મક કોતરણી વાળો સમુહ પણ પ્રવાસીઓને અહી ખેંચી લાવે છે..આ જંગલોમાં લોકો ઘોડે સવારી,સાયકલીગ કરવાની પણ મજા માણે છે

Advertisment