Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરના 7 ગામમાં વાવેતર કરેલા બટાકામાં આવ્યો સુકારો રોગ, ખેડૂતોની બેઠી માઠી દશા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 7 ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગે ખેતરે પહોચ્યા હતા,

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 7 ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગે ખેતરે પહોચ્યા હતા, જ્યાં તેઓએ ખેડૂતોને જરૂરી સૂચનો કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

સાબરકાંઠા જીલ્લામાં 27 હજાર હેકટરમાં રવિ સિઝનમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે. આ પાકને 40 દિવસથી વધુના સમયમાં હિંમતનગર તાલુકાના 7 જેટલા ગામમાં પાછોતરા સુકારો રોગ આવ્યો છે. જેને લઈને ખેડૂતોને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. સમગ્ર મામલે ખેડૂતોએ બાગાયત વિભાગમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ મદદનીશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હડીયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતરે પહોચ્યા હતા. સમગ્ર ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો, જ્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તે અને તમામ ખેડૂતોને સૂચન કર્યું હતું.

જોકે, રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં મોટી માત્રામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે બટાકાની સાઈઝ બનવાના સમયે જ સુકારાનો રોગ આવવાને લઈને ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. હડીયોલ, ગઢોડા, આકોદરા, કાંકરોલ સહીતના 7 ગામોમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે, જ્યાં સુકારાનો રોગ લાગ્યો છે, ત્યારે હાલમાં ખેડૂતોએ પણ પાકમાં વિવિધ દવાઓનો છંટકાવ કર્યો છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. તો બીજી તરફ, ખેડૂતોએ આ રોગને લઈને થતા નુકશાન માટે સરકારમાં રજૂઆત થાય અને કોઈ વળતર મળે તેવી માંગ કરી છે.

Next Story