New Update
/connect-gujarat/media/post_banners/3abe8622e2aac6e2bc1c13dfde36e240ad3c0e7f07635db61c96d9beaf45d4c3.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા મુખ્યત્વે શાકભાજી સહિત ડાંગરની પણ ખેતી થાય છે અને આ વર્ષે મેધરાજા મહેરબાન થતા સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકામા ડાંગર પકડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને પ્રાંતિજ સહિત પોગલુ, સોનાસણ, પલ્લાચર , પીલુદા m, બાલીસણા, પિલુદ્રા, વડવાસા, તાજપુર સહિત ગામોમા હાલ તો સારા વરસાદને લઈને ધરતીપુત્રોએ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા છે. જેમા ખેતરોમા ડાંગરની રોપણી થઈ રહી છે.