Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજની પોળમા આવેલ મકાનના બીજા માળની છત્ત ધરાશાયી, મકાન માલિક થયા ઇજાગ્રસ્ત

મકાન માલિકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા, પતિને ઈજાઓ પહોચી તો પત્નીનો આબાદ બચાવ.

X

મળતી માહિતી અનુસાર પ્રાંતિજના પાડાની પોળમા રહેતા દિલીપભાઇ જયંતિભાઇ શાહ કે જેઓનું બે માળનુ મકાન છે જેમા બીજા માળે આવેલ ધાબાની છત્ત બપોરના ચાર વાગ્યાની આસપાસ ધરાશાયી થતા મકાનના બીજા માળને પાર કરી કાળમાળ મકાન માલિક દિલીપભાઇ જયંતિભાઇ શાહ ઉપર પડતાં તેમના પત્નીએ બુમાબુમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢવામા આવ્યા હતા. ઇજાગ્રસ્ત દિલીપભાઇ જયંતિભાઇ શાહને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોચતા તેવોને ૧૦૮ મારફતે સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામા આવ્યા હતા.

તો ધટના સમયે મકાનમાં મકાન માલિક સહિત તેના પત્ની હાજર હતા તે દરમ્યાન મકાનના છત્તનો કાટમાળ દિલીપભાઇ ઉપર પડતા ઇજાઓ પહોચી હતી, તો તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો. મકાનની છત્ત પડવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુ માથી તથા પ્રાંતિજના વિવિધ વિસ્તારો માંથી લોકો દોડી આવ્યા હતા, ત્યારે જવાબદાર તંત્ર દ્રારા આ પરિવાર તથા આજુ બાજુમા અને પ્રાંતિજ ખાતે આવા કેટલાય જુના જર્જરીત મકાનો આવેલ છે તેવા મકાનોમા રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story