/connect-gujarat/media/post_banners/3bac41fa6e09d8e085a70dd2ea820ddaac8a8481a1e4a0132410a8c751fc59fa.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા રંગબેરંગી વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન સાથે રાખડી બનાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવી હતી.
સાબરકાંઠાના પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી અને દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી હતી.પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ૧૦૦થી ૧૫૦ જેટલી રાખડીઓ બનાવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપી હતી અને ભગવાન તેમને લાબુ આયુષ્ય આપે અને દેશ માટે તથા દેશહિતના કામો કરે દેશની બહેનો માટે સારા કામ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી