Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : બારેમાસ ઉભરાતી ગટરોથી વિજયનગરના રહીશો પોકારી ઉઠ્યા ત્રાહિમામ, જુઓ શું કહ્યું સ્થાનિકે..!

વિજયનગરમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકાર્યા, ગટરના દૂષિત પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું

X

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ગંદા પાણીથી ઉભરાતી ગટરના કારણે રસ્તા ઉપર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે અહીથી પસાર થતાં રાહદારી સહિતના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં બારેમાસ ગટરોનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં રાહદારી સહિતના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે, વિજયનગર પંચાયત દ્વારા માત્ર વાહિયાત વાતો કરવામાં આવે છે, જેના પર લોકોને હવે ભરસો નથી. શહેરના વગળીયા વડલા પાસે ગટરના દૂષિત પાણી લીકેજ થવાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યાં ત્યાં ગટરનું ઢાંકણ ખુલ્લી હાલતમાં જોવા મળે છે. જોકે, અહીના માર્ગનો સરકારી કર્મચારીઓ પણ ઉપયોગ કરતાં હોય છે. તેમ છતાં ખુલ્લી અને દુર્ગંધ મારતી ગટર પર તેઓની નજર નથી પડતી, જ્યારે છતરિયા ત્રણ રસ્તાથી વિજયનગર જૈન મંદિર સુધીના માર્ગ પણ પર ગટરની અતિશય દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હાલ તો તંત્ર લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story