પ્રાંતિજમાં દિવાળી પર્વની અનોખી ઉજવણી
ભારતીય સંસ્કૃતિ આજે પણ ગામડાઓમાં અંકબંધ
મશાલના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામીણ પરંપરા
આગીમ-માગીમ તેલ પુરાવો તેલ ના હોય તો ઘી પુરાવો
વર્ષોથી ચાલી આવતી પ્રથા યંત્રયુગમાં પણ અકબંધ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ભારતીય સંસ્કૃતિ આજે પણ ગામડાઓમાં અંકબંધ છે,અને દિવાળીના તહેવારમાં મશાલના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામીણ પરંપરા સૌનો સાથ સૌનો વિકાસએ મંત્ર સાથે યથાવત છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બાળકો યુવાનો મશાલની જ્યોત લઈને ઘરે ઘરે ફરે છે,અને દિવાળી પર્વમાં આ મશાલ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવે છે. નાના બાળકો અને કિશોરો મશાલ સ્વરૂપે શેરડીના સાઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાચલીથી બનાવેલી મશાલ જ્યોત ઘરે ઘરેથી તેલ પુરાવાની અર્થાત સહયોગ માંગવાની એક અનોખી શૈલી નિર્માણ થઇ છે. ઘરે ઘરે જઈને માંગણીમાં આગીમ માગીમ તેલ પુરાવો ના હોય તો ઘી પુરાવો ના કાલાઘેલા શબ્દો સાથે સૌનો સાથ લઇ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન આજે પણ પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારની પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે.