Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : સખી મંડળની બહેનોને સ્ટોલ નહીં આપી સરકારી અધિકારીઓનું બેહૂદુ વર્તન..!

ગ્રામ્ય વિસ્તારની બહેનો પગભર બને તે માટે સરકાર દ્વારા સખી મંડળની યોજના અમલમાં મુકવામાં આવી છે.

X

ગ્રામ્ય વિસ્તારની બહેનો પગભર બને તે માટે સરકાર દ્વારા સખી મંડળની યોજના અમલમાં મુકવામાં આવી છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓ સખી મંડળની બહેનોને સ્ટોલ મામલે ધક્કે ચઢાવવાનું શરૂ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામમાં શિલ્પા ગોહિલે સેવા સખી મંડળની શરૂઆત કરી છે. આ જૂથની મહિલાઓને સાથે લઈ હર્બલ કેર અને આયુર્વેદની 17થી વધુ પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કર્યું છે.

સખી મંડળની બહેનો જે પ્રોડક્ટ બનાવે તેનું વેચાણ વધે તે માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી મેળાનું પણ આયોજન કરે છે, અને આ મેળામાં સખી મંડળની બહેનોને સ્ટોલ આપી પ્રોત્સાહન પૂરું પાડતી હોય છે. શિલ્પા ગોહિલ અને તેમના સખી મંડળની બહેનોએ સ્ટોલમાં ભાગ લઈ તેમની પ્રોડક્ટોનું સારું એવું વેચાણ શરૂ કર્યું છે. તેઓએ સરકારના વિવિધ એવોર્ડ પણ મેળવ્યા છે, ત્યારે હવે આ સખી મંડળને વધુ પ્રોત્સાહન આપવાના બદલે ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી કર્મચારીઓએ તેમની સાથે બેહૂદુ વર્તન શરૂ કરી સ્ટોલ આપવાનું બંધ કરી દીધું છે.

જો સખી મંડળની બહેનો સ્ટોલ માટે રજૂઆત કરવા જાય તો છાટકા બનેલા કર્મચારીઓએ પૈસાની માંગણી શરૂ કરી દીધી છે.

Next Story