/connect-gujarat/media/post_banners/5ee1aeda134dc17762924c99ef759dcce1f125a3a86fd2b699a0f5d21786bfed.jpg)
સાબરકાંઠાના ઈડરમાં લગ્નપ્રસંગે જમણવારમાં ખોરાક લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડી હતી ત્યારે ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
સાબરકાંઠાના ઈડર શહેરમાં લગ્ન પ્રસંગે જમણવારમાં ખોરાક લીધા બાદ કેટલાક લોકોને ઝાડા, ઉલટી થતા 10થી વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓની તબિયત સુધારા પર હોવાનુ માલુમ પડ્યું હતુ. ઇડર-વલાસણા રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા વિપુલભાઇ પંચાલના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કોમન પ્લોટમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જોકે જમણવાર બાદ કેટલાક લોકોએ પેટમાં દુ:ખાવાની, ઝાડા, ઉલટી તથા ચક્કર આવતા હોવાની ફરિયાદ કરતા ફુડ પોઇઝનની આશંકાએ ખાનગી હોસ્પિટલમાં 10થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી.