સાબરકાંઠા: હિંમતનગરમાં RTO વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 300 લોકો દંડાયા
રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે
હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા
ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.