સાબરકાંઠા : હિંમતનગર બી’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી, ભૂલા પડેલા બાળકને માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યો...

શહેરના વિદ્યાનગરી રોડ પર ભૂલા પડેલા બાળકને પોલીસે માત્ર દોઢ કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

New Update
સાબરકાંઠા : હિંમતનગર બી’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી, ભૂલા પડેલા બાળકને માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યો...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના વિદ્યાનગરી રોડ પર ભૂલા પડેલા બાળકને પોલીસે માત્ર દોઢ કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિદ્યાનગરી રોડ પરથી બી’ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન એક ભૂલું પડી ગયેલું બાળક મળ્યું હતું. ત્યારબાદ દોઢ કલાકમાં પીઆઈની સુચનાથી ડી સ્ટાફે બાળકના પરિવારને શોધી બાળકને સોપ્યું હતું. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એસ.જે.પંડ્યા અને PSI વી.આર.ચૌહાણે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઈને પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બપોરના સુમારે વિદ્યાનગરી રોડ પર 2 વર્ષનો એક બાળક ભૂલો પડી ગયેલો મળ્યો હતો. મળી આવેલ બાળકને હિંમતનગર બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા,જ્યાં તેની પાસેથી નામ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ 2 વર્ષીય બાળક કશું કહી શકતો ન હતો. જેને લઈને પોલીસ પરિવારે 2 વર્ષીય બાળકને માતાની હૂફ આપી રમાડ્યો હતો. તો બીજી તરફ, PIની સુચના અનુસાર ડી સ્ટાફ દ્વારા બાળકનો ફોટો પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઉપરાંત હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન દોઢ કલાકે બાળકના માતા-પિતા મળી આવ્યા હતા. જેમને તેમનું ભૂલુ પડી ગયેલ બાળક સોંપ્યુ હતું. આ અંગે હિંમતનગર બી’ ડિવિઝન D સ્ટાફ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દહેગામ-નાંદોલ રોડ પર શાકમાર્કેટ સામેના વિસ્તારમાં રહેતા સુરેશ સરાણીયા તેમના પત્ની ભાવનાબેન અને 2 વર્ષીય બાળક આયુસ સાથે હિંમતનગરમાં તેમના કાકીજીનું અવસાન થયું હતું, જેને લઈને હિંમતનગર આવ્યા હતા. આ દરમિયાન ગીરધરનગર આવાસમાંથી સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં સુરેશભાઈ જોડાયા હતા, અને તેમની સાથે તેમનો 2 વર્ષીય પુત્ર આયુષ જોડે થયો હતો, ત્યારે અચાનક આયુષ રોડ સાઈડે રહી ગયો અને સ્મશાન યાત્રા નીકળી ગઈ હતી. આ બાળક રહી જતા ભૂલો પડી ગયો હતો અને રોડ પર રડતો હતો. હિંમતનગર પોલીસે ભૂલો પડી ગયેલા બાળકને દોઢ કલાકમાં શોધી તેમના માતા-પિતાને સોંપ્યો હતો.