Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કોલેજ કાળમાં જોયેલું મોડેલિંગનું સપનું લગ્ન બાદ થયું પૂર્ણ, ગુજરાતનું ગૌરવ વધાર્યું..

X

હિમતનગરની એક એવી પણ યુવતી છે કે જેણે કોલેજકાળમાં જોયેલા સ્વપ્નો લગ્ન બાદ પુરા કર્યા છેઅને મીસીસ ઇન્ડીયા ગ્લેમર્સનો ખિતાબ જીતી હિમતનગર જેવા નાનકડા શહેરને ભારતભરમાં નામના અપાવી છે.

આ છે હિરલ શાહ.સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમ્મતનગરની એક ગૃહિણી.સામાન્ય રીતે યુવતીઓના મનમાં એવું હોય છે કે લગ્ન પહેલા જે શોખ હોય એ પુરા કરી લેવા.. જો કે હિરલ શાહે પોતાના કોલેજ કાળમાં જોયેલા સ્વપ્નો લગ્ન બાદ પૂરા કર્યા છે. હાલમાં અમદાવાદ ખાતે યોજાયેલી વી.પી.આર મીસીસ ઇન્ડીયા ગ્લેમર્સનો ખિતાબ હિરલ શાહે પોતાના નામે કર્યો છે. જેમાં ભારતભરમાંથી ૪૦ જેટલી સ્પર્ધકોએ ભાગ લીધો હતો

હિરલ શાહે કોલેજ કાળમાં મોડેલીંગ સહિતના જે સપના જોયેલા તે સપના સાકર કરવા માટે તેમના પતિ ધ્રુવ શાહે ઘણી મદદ કરી હતી . પરિવારના સાથ સહકાર અને પોતાના આત્મવિશ્વાસથી હિરલે નાનકડા શહેરને પણ ભારતકક્ષાએ નામના આપાવી છે ત્યારે તેમની આ સિદ્ધી બદલ તેમનો પરિવાર પણ હાલમાં ગર્વ અનુભવી રહ્યો છે.

Next Story