સાબરકાંઠા : હિંમતનગર ડેપોથી શરૂ થયેલું ઈ-પાસ અભિયાન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાયું,

સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છે, અને તેનો ઉપયોગ સમય અને શક્તિની બચત કરે છે. તેમજ વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાંથી બચાવે છે

New Update
  • હિંમતનગર ડેપોથી શરૂ થયેલું અભિયાન ગુજરાતમાં ફેલાયું

  • ઇ-પાસના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

  • હિંમતનગર ડેપો દ્વારા 17,560 ઇ-પાસ ઈશ્યુ કરવામાં આવ્યા

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓને હવે લાંબી કતારોમાંથી મુક્તિ

  • સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ લોકોએ મેળવ્યા છે પાસ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટ્રાન્સપોર્ટ ડેપો ખાતે ઈ-પાસની શરૂઆતથી હજારો વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છે.

હાલસમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છેઅને તેનો ઉપયોગ સમય અને શક્તિની બચત કરે છે. તેમજ વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાંથી બચાવે છે. તો બીજી તરફશાળા કે કોલેજના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને પાસ મેળવવાની ઝંઝટમાંથી મુક્ત થયા છે. સમગ્ર ગુજરાતમાં 126 સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ડેપોમાંથી 228 સ્થળોએ ફેલાયેલ એસટી. બસોના વ્યાપક નેટવર્કનો ઉપયોગ દરરોજ લાખો લોકો તેમના રોજિંદા મુસાફરી માટે કરે છે.

જોકેતેનો સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છેજે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ ડેપો પર પાસ બનાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નથીજ્યાં હવે ઈ-પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને ઈ-પાસ મળે છે. તેમની શૈક્ષણિક સંસ્થામાંથી સત્ર મુજબ પાસસામાન્ય રીતે એસટી. બસ પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓને શાળા કેકોલેજમાંથી પાસ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છેઅને ક્યારેક 2-3 દિવસ પણ નીકળી જાય છે.

Latest Stories