સાબરકાંઠા: રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ ભરતી મેળાનું કરાયું આયોજન,250 દિવ્યાંગોએ લીધો લાભ

હિંમતનગરના મોતીપુરા પાસે આવેલી વિદ્યાલય ખાતે આજે દિવ્યાંગ ભરતી મેળો યોજાયો હતો. જેમાં ૨૫૦ દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક દ્વારા દિવ્યાંગ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ચાર ખાનગી કંપનીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને નોકરી મેળવનાર દિવ્યાંગ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ભરતી મેળામાં ૨૫૦ દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા રોજગાર કચેરી વિનિમય હિંમતનગર ખાતે નામ નોંધણી કરવા માટે જાહેરાતો કરાઇ હતી. સાથે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન એપ્લિકેસનમાં અનુબંધ પોર્ટલ એપમાં રજીસ્ટ્રેશન કરી શકાય છે જેની નોકરી મેળવનાર દિવ્યાંગ ઉમેદવારોને જાણ કરાઇ હતી.

Latest Stories