Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:વરસતા વરસાદ વચ્ચે પોળો ફોરેસ્ટની અપ્રતિમ સુંદરતા,દ્રશ્યો નિહાળી મુલાકાત લેવાનું અચુક થશે મન

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.

X

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના પગલે પોળો ફોરેસ્ટ પ્રવાસીઓનું પ્રથમ મનગમતું સ્થળ બની રહ્યું છે.

સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું પોળો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું એકમાત્ર પ્રી વેડિંગ ફોટો સ્ટેશન છે તો બીજી તરફ પૌરાણિક મંદિરો સહિત કુદરતનું સાનિધ્ય માનવા માટે મીની કાશ્મીરની ઉપમા પામી ચૂક્યું છે સાથોસાથ સતત વરસાદ થવાના પગલે ગત વર્ષે ઓછા પાણીથી સુકાઈ ગયેલા ઝરણા સહિત પાણીના ધોધ પણ વહેતા થયા છે.સામાન્ય રીતે કુદરતનો આવો નજારો જોવા માટે છેક કાશ્મીર સુધી લાંબા થવું પડતું હોય છે ત્યારે ઉત્તર ગુજરાતમાં કુદરતી રીતે જ અસ્તિત્વ પામેલા ઝરણા તેમજ ધોધ કાશ્મીરની અનુભૂતિ કરાવે છે જોકે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વિવિધ પ્રયાસોને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુદરતનું સાનિધ્ય માણવા માટે પોળો ફોરેસ્ટનું નામ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. તેમજ હાલના તબક્કે પોરો ફોરેસ્ટ ફરી એકવાર સોળ શણગાર સજી પ્રવાસીઓને આકર્ષવા તૈયાર થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.

Next Story