અંતિમ ધામ સુવિધાથી વિહોણું
વરસાદમાં અંતિમ ક્રિયામાં મુશ્કેલી
20 વર્ષ પહેલાના પતરા સડી ગયા
ચિતા ઉપર પતરુ પકડીને થાય છે અગ્નિદાહ
માળખાગત સુવિધાઓ માટે ગ્રામજનોની માંગ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં આવેલ અંતિમ ધામ સુવિધાઓથી વિહોણુ હોય અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .ચાલુ વરસાદમાં સળગતી ચિતા પર પતરું પકડીને અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબુર બન્યા છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામ સુવિધાઓ વિહોણું જોવા મળ્યુ છે,અને અંતિમ ક્રિયા માટે આવતા લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.20 વર્ષ પહેલા ઓટલો અને તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલ તો પતરા પણ સડી ગયા છે.વરસાદ દરમિયાન ગામમાં મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે અને વરસતા વરસાદમાં અગ્નિ સંસ્કાર માટે મુશ્કેલીઓ પડે છે. કમોસમી વરસાદમાં ગામમાં રહેતી મહિલાનુ મૃત્યુ થતા પરિવારને અંતિમ ક્રિયામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અગાઉ પણ અગ્નિદાહ દરમિયાન વરસાદ વરસતા ચિતા ઉપર પાણી ન પડે તે માટે પતરુ ઉંચકીને ચાર લોકોએ અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ કરી હતી.ત્યારે વિકાસથી વંચિત આંજણા ગામના લોકો તંત્ર પાસે માળખાગત સુવિધાની માંગ કરી રહ્યા છે.