સાબરકાંઠા : પહેલા જ વરસાદે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર નવો બનેલ સર્વિસ રોડ ધોવાયો..!

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ 

New Update
  • હિંમતનગરના મોતીપુરા નજીકથી વાહનચાલકોને હાલાકી

  • અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર સર્વિસ રોડ બિસ્માર

  • સર્વિસ રોડ બિસ્માર બનતા શહેરીજનો-વેપારીઓ પરેશાન

  • પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ કરી

  • વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા નજીકથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત ખરાબ કરી નાખતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે. જોકેહિંમતનગર શહેરમાં પ્રવેશવા અને હિંમતનગર શહેરમાંથી નેશનલ હાઇવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર થતાં સ્થાનિક વેપારીઓ તેમજ અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકો પરીક્ષાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં વરસાદ વધશે તેના પહેલા સમારકામ કરવા માટેની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

છેલ્લા 8 વર્ષથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. જોકે હજુ પણ કેટલીક કામગીરી અધુરી છે. હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારી જીન વચ્ચેના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હોય છે. એટલું જ નહીંસર્વિસ રોડની બાજુમાં વેસ્ટ વીયરની લાઈનનું કામ પણ અધૂરું અને જે કામ પૂર્ણ થયું ન હોવાના કારણે અકસ્માતો થવાની પણ સ્થાનિકોને દહેશત સતાવી રહી છે. જોકેસત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.