સાબરકાંઠા : પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખ્યા,મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છે, અને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.

New Update
  • જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો વિરોધ

  • સુરેન્દ્રનગરમાં વેપારીઓએસ્વયંભૂ 

    બજાર બંધ રાખ્યા 

  • હીચકારી ઘટનાની આકરી નિંદા કરતા વેપારીઓ

  • આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ

  • 28 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા વેપારીઓ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છેઅને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર તેમજ તલોદ અને પ્રાંતિજમાં વ્યાપારીઓ દ્વારા બજાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં પહલગામ અને તેની નજીકના અન્ય એક સ્થળ પર આતંકવાદીઓ દ્વારા 28 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સ્વયંભૂ સજ્જડ બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇ આજે વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો છે.તમામ ધંધા રોજગાર આજે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહ્યા હતા.વેપારીઓ દ્વારા સરકારને આંતકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.અને વેપારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Latest Stories