સાબરકાંઠા : અંબાજીમાં ચીકીના પ્રસાદ સામે VHPનો વિરોધ, VHP દ્વારા ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાયો...

પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પ્રાંતિજ ખાતે આવેલ માઁ અંબાના મંદિર તથા બહુચર માઁના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા

New Update
સાબરકાંઠા : અંબાજીમાં ચીકીના પ્રસાદ સામે VHPનો વિરોધ, VHP દ્વારા ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાયો...
Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પ્રાંતિજ ખાતે આવેલ માઁ અંબાના મંદિર તથા બહુચર માઁના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ વહેચી શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવા માંગ કરી હતી.

Advertisment

ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને ઉભો થયેલો વિવાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ પહોંચ્યો છે. જેમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાલી રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે VHP પણ મેદાનમાં ઉતર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ પ્રસાદી બદલવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે, રાજકીય લોકોના દબાણમાં આવીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં શકિતપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને ઉભો થયેલો વિવાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ પહોંચ્યો છે. જેમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાલી રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે VHP પણ મેદાનમાં ઉતર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ પ્રસાદી બદલવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે, ત્યારે રાજકીય લોકોના દબાણમાં આવીને આવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે.

Latest Stories