/connect-gujarat/media/post_banners/bc61161d6fe17b5a8d6422f96c07f8cdf6b9e14b9db4b444fbdf03fa5289e308.jpg)
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાથી ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે ત્યારે શિયાળુ પાકને લઈને ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદ પડે તો મોટાભાગે શાકભાજીને નુકસાન પહોંચશે. આ ઉપરાંત ઘઉં, એરંડા, વરિયાળી, જીરું, બટાકા અને કપાસ જેવા પાકોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે. વરસાદી છાંટા પડવાથી પાકના પાંદડા બગડી જાય અને ખરી પડે તો છોડનો વિકાસ અટકી જાય અને ભારે નુકસાન થાય એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.