દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટો ઝટકો, સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની સજા...

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટો ઝટકો, સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની સજા...
New Update

મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણકૌભાંડ કેસમાં આજે મહેસાણા કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં લાંબા સમયગાળા બાદ આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે, જેમાં 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી 3નાં મૃત્યુ થયાં છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણકૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી અને આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરાઈ હતી.

આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે, જેમાંથી 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 19 પૈકી 4 આરોપીને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે.

#Scam #Mehsana #Mehsana Dudhsagar Dairy #Vipul Chaudhary #Sagardam Scam
Here are a few more articles:
Read the Next Article