ગુજરાતની જીવા દોરી સમાન સરદર સરોવર નર્મદા ડેમની જળ સપાટીએ સીઝનમાં પ્રથમવાર 136 મીટરની સપાટી વટાવી છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પ્રથમવાર 136 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની જળ સપાટી 136.36 મીટર નોંધાઈ હતી ડેમમાં ઉપરવાસ માંથી 4.38 લાખ ક્યુસેક પાણીની આવક છે તો પાણીની જાવક 3.48 લાખ ક્યુસેક નોંધાઇ છે.નર્મદા ડેમના 15 ગેટ ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી હવે માત્ર બે મીટર દૂર છે ત્યારે તબક્કાવાર પાણી છોડી ડેમનું લેવલ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટી 19.87 ફૂટે પહોંચી છે. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે ત્યારે નર્મદા નદી તેના વોર્નિંગ લેવલથી માત્ર બે ફૂટ દૂર છે. નર્મદા નદીના વધતા જળસ્તરના પગલે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે