New Update
નર્મદા જિલ્લાના કેવડિયા થી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 127 મીટરને પાર કરી ગઈ છે.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં 1,97,987 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેના પગલે નર્મદા ડેમની જળ સપાટી 127.22 મીટરે પહોંચી છે આ સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમે તેની 127 મીટરની સપાટી પાર કરી છે.હાલ નર્મદા ડેમ 60 ટકાથી વધુ ભરાયો છે.. પાણીની આવક સામે માત્ર 40,247 ક્યુસેક પાણીની જાવક નોંધાય છે.નર્મદા ડેમમાં 2417.07 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ છે
Latest Stories