સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં પવનના જોર સાથે વરસાદ વરસ્યો,ગરમીથી મળી રાહત તો,જનજીવન પણ થયું પ્રભાવિત

આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદના કારણે લોકોને ઉકળાટ માંથી રાહત મળી

New Update
  • હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

  • રાજ્યના જિલ્લાઓમાં પવન સાથે વરસ્યો વરસાદ

  • સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો વરસાદ

  • ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ કરાયું છે જાહેર

  • 1 જૂન સુધી વરસી શકે છે વરસાદ   

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વડોદરા,ભરૂચ,વલસાડતાપીછોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી હતી.આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદના કારણે લોકોને ઉકળાટ માંથી રાહત મળી છે. જોકેવહેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વળીબીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા લોકો ગરમીથી રાહત મળ્યાના કારણે ખુશ જોવા મળ્યા હતા.જ્યારે ભરૂચમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. જોકેભરૂચમાં વરસાદના કારણે ડાંગરકેરી અને કેળાના પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે. જે મુજબરાજ્યમાં તારીખ 27 મે મંગળવારે અમદાવાદવડોદરાછોટા ઉદેપુરનર્મદાસુરતતાપીનવસારીડાંગવલસાડદાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય ભાવનગરમાં છૂટો છવાયેલો હળવો વરસાદ નોંધાશે. ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથઅમરેલીપંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદ જોવા મળશે.

આ ઉપરાંત તારીખ 28 મેના રોજ અમરેલીભાવનગરસાબરકાંઠાઅરવલ્લીમહીસાગરદાહોદ જિલ્લામાં વરસાદ વરસશે.અને તારીખ 29 મે છોટા ઉદેપુરદાહોદમહીસાગરઅરવલ્લીઅમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુમાં હવન વિભાગની આગાહી મુજબ તારીખ 30 મેથી 1 જૂન દરમિયાન  જૂનાગઢઅમરેલીભાવનગરગીર સોમનાથવડોદરાછોટા ઉદેપુરભરૂચનર્મદાપંચમહાલદાહોદસુરતતાપીડાંગનવસારીડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.