/connect-gujarat/media/post_banners/382fae4ba46e142f15cfc1f224fb75110d654807487ddb02bac90509837be8bd.jpg)
ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પગલે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ગુજરાતમાં 10થી 14 તારીખ દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સોમવાર અને મંગળવારના રોજ સામાન્ય વરસાદી છાંટા અથવા હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ અને શાકભાજી પક્વતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.