Connect Gujarat
ગુજરાત

જુઓ, કેન્દ્ર સરકારે રૂ. 2 હજારની નવી ચલણી નોટને ચલણમાંથી બહાર કરતાં AAP પ્રદેશ પ્રમુખે કેવા આક્ષેપ કર્યા..!

વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત બાદ 2 હજારની નવી ચલણી નોટો ચલણમાં મુકી હતી

X

વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત બાદ 2 હજારની નવી ચલણી નોટો ચલણમાં મુકી હતી, ત્યારે હવે ફરીથી 2 હજારની નવી ચલણી નોટને બંધ કરી ગરીબ અને મધ્યમવર્ગને તકલીફમાં મુક્યો હોવાનો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે.

તા. 8મી નવેમ્બર 2016ની રાત્રે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપેલા ભાષણમાં 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. કાળું નાણું પાછું લાવવું, આતંકવાદી પ્રવુતિઓ બંધ થાય અને ભ્રષ્ટાચાર ઘટાડવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવી હતી. જેને માસ્ટરસ્ટ્રોક ગણાવી નવી 2 હજારની ચલણી નોટને ચલણમાં લાવવામાં આવી હતી, ત્યારે હવે આ 2 હજારની નવી ચલણી નોટને બંધ કરી ગરીબ અને મધ્યમવર્ગને ફરીથી તકલીફ અને પીડામાં મુકવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિરોધનો સૂર પુરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Next Story