-
જિલ્લા ભાજપ પ્રમુખ પદના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા યોજાય
-
જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલા રહ્યા વિશેષ ઉપસ્થિત
-
પ્રમુખ બનવા માટે સેન્સ પ્રક્રિયા વેળા ઉમેદવારોનો રાફડો ફાટ્યો
-
તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ભર્યા છે ઉમેદવારી ફોર્મ
-
આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએથી કરવામાં આવશે નિમણુંક
તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પદના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો.જેમાં તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાય હતી. જેમાં જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી. 2 મહિલા સહિત 32 જેટલા દાવેદારો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી.
જેમાં પ્રબળ દાવેદાર તરીકે મયંક જોશી, મહેન્દ્ર પટેલ, કાંતિ ગામીત, વિક્રમ તરસાડીયા, સૂરજ વસાવા અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પ્રદેશ કક્ષાએથી નિમણુંક કરવામાં આવશે.