ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આ સાથે ઉમેર્યું હતું કે, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર આ દિવ્ય દરબારને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને ભાજપનું માર્કેટિંગ ગણાવી દીધું છે.
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ શંકરસિંહ વાઘેલાનું નિવેદન, આ BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
New Update
Latest Stories