Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓ ઝડપાયા,6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 23 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વરના સુરવાડી ગામના ભાથીજી ફળિયા અને જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાંથી ૨૩ જુગારીયાઓને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અંકલેશ્વરના સુરવાડી ગામના ભાથીજી ફળિયા અને જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાંથી ૨૩ જુગારીયાઓને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામના જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાં રહેતો અજિતસિંગ સંતોકસિંગ સિકલીગર પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 2.31 લાખ રોકડા,19 મોબાઈલ ફોન અને બે વાહનો મળી કુલ 4.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર અજિતસિંગ સંતોકસિંગ સિકલીગર,રવીન્દ્રસિંગ સરદાર,અજિતસિંગ સરદાર,ચહેનસિંગ સરદાર,રવીસીંગ સરદાર અને દીપસિંગ સરદાર સહિત 19 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તમામ જુગારીયાઓને શહેર પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ તરફ અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ગામની પ્રાથમિક શાળાની સામે આવેલ લીમડાના ઝાડ નીચે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 3 હજાર અને એક ફોન તેમજ બે વાહનો મળી કુલ 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવા બોરભાઠા બેટના પંચાયતની બાજુમાં રહેતો જુગારી મનીષ ઈશ્વર પટેલ,લક્ષ્મણ સવજી પટેલ અને રવીન વસાવા,ભુપેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો.

Next Story